મોરબી : મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે વ્યાપક વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન ગયું છે અને ઘણી જગ્યાએ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે ત્યારે કિસાન મજદૂર સેનાના પૂર્વ પ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરીને સર્વે કરીને ખેડૂતોને રાહત પેકેજ આપવા માટે માંગ કરી છે. અજય ઝાલરીયા દ્વારા જણાવાયું છે કે, મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂતોની નુકસાનીનો સર્વે કરીને ખેડૂતોને રાહત પેકેજ ચુકવવામાં આવે. સાથે જ ભારે વરસાદના કારણે મોરબીના ગ્રામ્ય, તાલુકા, શહેર કોરિડોર/કેનાલમાં આશિંક નુકસાન થયું છે તે રિપેરિંગ કરવામાં આવે. વિરવાવમાં સિંચાઈ માટે કેનાલ અથવા પાઈપલાઈનની વ્યવસ્થા કરવામાં આવે અને મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે વીજ પુરવઠો નિયમિત કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. આ ઉપરાંત અજય પટેલે જણાવ્યું છે કે, ટંકારા તાલુકાના બસ સ્ટેશનને સ્વામી દયાનંદ સરસ્વતીજીના સ્મરણ સ્મૃતિ માટે મહર્ષિ આર્ય ટંકારા બસ સ્ટેશન નામકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.