આજે વહેલી સવારે ડુંગરપુર ગામે આવેલ તેમની વાડી એ કર્યો આપઘાત : ઠાકોર સમાજના અગ્રણીના મોતથી પંથકમાં ઘેરો શોક હળવદ : આજરોજ હળવદ તાલુકાના ડુંગરપુર ગામે જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય ના પતિ અને હળવદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ ઠાકોર સમાજના અગ્રણીએ કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ જઈ ગળે ફાંસો ખાઈ આઘાત કર્યો છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના મૃત્યુને લઈને પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ ઠાકોર સમાજના અગ્રણી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ હાલ મોરબી જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય ના પતિ હનુભાઈ કોળીએ આજે વહેલી સવારે ડુંગરપુર ગામે આવેલ તેમની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે આ બનાવની જાણ ગ્રામજનો સહિત પંથકના લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો ડુંગરપુર ગામે દોડી ગયા હતા અને પૂર્વ પ્રમુખના અપમૃત્યુને લઈ લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ છે જોકે હનુભાઈએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી બહાર આવ્યું નથી સાથે આ બનાવની હજુ સુધી હળવદ પોલીસ મથકે કોઈ નોંધ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે હનુભાઈ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે તેઓ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવી હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની પણ સેવાઓ આપી હતી તેમજ હાલ હનુભાઈના પત્ની મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય પદે કાર્યરત છે. હનુભાઈ હળવદ ઠાકોર સમાજમાં એક આગવું નામ ધરાવતા હતા જેથી તેઓના મોતને લઇ ઠાકોર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે