હળવદ : મોરબી જિલ્લા ભાજપના યુવા અગ્રણી અને હળવદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખને જામનગર જિલ્લાના કિસાન મોરચાના પ્રભારી પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલની સુચના મુજબ પ્રદેશ કિસાન મોરચાના પ્રભારી પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા અને પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લા ભાજપના યુવા અગ્રણી હળવદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ મહર્ષિ ગુરુકુલના એમડી રજનીભાઈ સંઘાણીની જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી પદે નિયુક્તિ કરવામાં આવી છે. રજનીભાઈ સંઘાણીની જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી પદે નિયુક્તિ થતા હળવદ ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..