પૂર્વ પી.આઇ. આઈ. એમ. કોંઢિયાએ વડીલોને ચા, નાસ્તો અને ભોજન કરાવ્યા બાદ DySPની કામગીરી સાંભળી મોરબી : મોરબી ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવતા આઈ. એમ. કોંઢિયાને dysp તરીકે પ્રમોશન સાથે અમદાવાદ બદલી થતા તેઓએ વૃધ્ધશ્રમના વડીલોની વંદના કરી ચા, પાણી નાસ્તો અને ભોજન કરાવ્યા બાદ પોતાની dyspની ફરજ સંભાળી હતી. મોરબી ખાતે ફરજ બજાવનાર પીઆઇ આઈ.એમ.કોંઢીયાને રાજ્ય સરકારે તાજેતરમાં પ્રમોશન આપી અમદાવાદ ખાતે બદલી કરતા તેઓએ ફરજના પ્રથમ દિવસે અમદાવાદમાં આવેલ ઘરડાઘર ખાતે વૃદ્ધોને ચા-નાસ્તો અને ભોજન કરાવીને આશીર્વાદ મેળવીને dysp તરીકેના પ્રથમ દિવસની શરૂઆત કરી હતી. આમ, મોરબી ખાતે ફરજ બજાવનાર પીઆઇ આઈ.એમ.કોંઢીયાએ સેવાકીય પ્રવૃત્તિ કરી નવી જવાબદારી સાંભળી હતી.