મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પુત્ર પ્રથમની આગેવાની હેઠળ આવતીકાલે ગુરુવારે પ્લાસ્ટિક મુક્ત મોરબી અંગેની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર મોરબીના હિત અંગેની આ પ્લાસ્ટિક મુક્ત જનજાગૃતિ રેલીમાં મોરબીવાસીઓને મોટી સંખ્યામાં જોડાવવાની હાકલ કરવામાં આવી છે. પ્લાસ્ટિક મુક્ત મોરબી અંગેનું અભિયાન વધુ અસરકારક નીવડે અને લોકો સ્વંય જાગૃત થઈને પ્લાસ્ટિકનો વપરશ બંધ કરે તેવા હેતુસર વડાપ્રધાન મોદીના આહવાનથી પ્રેરિત થઈને મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પુત્ર પ્રથમ કાંતિભાઈ અમૃતિયાના નેજા હેઠળ આવતીકાલે તા.26ના રોજ ગુરુવારે સવારે 8 થી 12 વાગ્યા દરમિયાનવન ટાઈમ યુઝ પ્લાસ્ટિક ફ્રી મોરબી અંગેની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રેલીનો પહેલો રૂટ મોરબીના રવાપર રોડ નરસંગ ટેકરીથી નહેરુ ગેટ ચોક અને રેલીનો બીજો રૂટ દરબાર ગઢથી નહેરુ ગેટ ચોક સુધી રહેશે.આ રેલીમાં મોરબીની તમામ શાળાઓ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો તથા મોરબીની જનતાને જોડાવવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જાહેર અપીલ કરી છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274