લોકોને સરકારના નિયમોનું પાલન કરવાની અપીલ કરી સાથે ગૌશાળાઓમાં અબોલ પશુઓના નિભાવ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા લોકોને દાન આપવા અને તમામ સેવાભાવી સંસ્થાઓને સેવાયજ્ઞો ચાલુ રાખવાની અપીલ કરી મોરબી : વડાપ્રધાન મોદીએ કોરોનાની મહામારીને અટકવવા સમગ્ર દેશની સુરક્ષાને ધ્યાને લઈને આજે રાષ્ટ્જોગ સંબોધનમાં લોકડાઉન 3 મેં સુધી લંબાવવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીના આ નિર્ણયને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વધાવીને લોકોને સરકારના લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. સાથે ગૌશાળાઓમાં અબોલ પશુઓના નિભાવ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા લોકોને દાન આપવા અને તમામ સેવાભાવી સંસ્થાઓને સેવયજ્ઞો ચાલુ રાખવાની અપીલ કરી છે. ધારાસભ્ય અમૃતિયાએ લોકડાઉનનો સમયગાળો હવે વધ્યો હોવાથી લોકો ઘરે જ રહીને કોરોનાને હરાવવાની લડાઈમાં સરકારને તમામ પ્રકારનો સહયોગ આપે તેવી મોરબીવાસીઓને અપીલ કરી છે. ઉપરાંત મોરબીની યદુનંદન ગૌશાળા, પાંજરાપોળ સહિતની તમામ ગૌશાળાઓમાં હાલની પરિસ્થિતિમાં દાનની આવકમાં ઘટાડો થયો હોય તો અબોલ જીવોના નિભાવ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા લોકોને ગૌશાળામાં દાન આપવા આગળ આવવાની પણ હાકલ કરી હતી. તેમણે પણ 10 જેટલી ઘાસચારાની ગાડી અલગ અલગ ગૌશાળાઓમાં મોકલાવી છે. અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને દરેક સેવાભાવીઓને પોતાની યથાશક્તિ પ્રમાણે ગરીબ લોકોને મદદરૂપ થવા માટે સેવાયજ્ઞ ચાલુ રાખે તેવી પણ અપીલ કરી છે. સાથેસાથે લોકડાઉન લંબાવવાથી ઉધોગનગરી મોરબીની આર્થિક નુકશાની થવાની ભીતિ છે. પણ કાંતિલાલ અમૃતિયાએ હવે મોરબી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ ન વધે તે માટે તમામ લોકો લોકડાઉનનો સંપૂર્ણપણે પાલન કરે તેવી અપીલ કરી છે.