મોરબી : મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ ગુજરાત સરકારના મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપતા નિર્ણયને આવકારી તેમની લાંબા સમયની રજુઆત ફળી હોવાનું હર્ષભેર જણાવ્યું છે.છેલ્લા ચાલીશ ચાલીશ વર્ષથી ભાજપ સંગઠન સાથે જોડાયેલા અને પાયાના કાર્યકરથી માંડી મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારીઓનું સફળતાપૂર્વક વહન કરનાર મોરબી જીલ્લા ભાજપ પૂર્વે પ્રમુખે ગુજરાત સરકારના મોરબીને મહા નગપાલિકાનો દરરજો આપવાની જાહેરાત કરવામાં આવતા તેમની તેમજ મોરબીવાશીઓની વર્ષો જુની લાગણી ને માગણી પર સરકાર દ્વારા મ્હોર મારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.મોરબી જીલ્લા ભાજપ પૂર્વે પ્રમુખ રાઘવજી ભાઈ ગડારાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પોતે સાત વર્ષ સુધી મોરબી શહેર ભાજપ પ્રમુખ હતા અને નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે વખત અને જીલ્લા ભાજપ પ્રમુખ તરીકેના કાર્યકાળમાં પણ આ બાબતે માગણી કરી હતી. અને તાજેતરમાં પણ તેમને આ મહાનગપાલિકાનો દરરોજ આપવા લેખિત રજુઆત કરી હતી.પોતાની સાથે મોરબીના જવાબદાર રાજકીય અગ્રણીઓ,કાર્યકરો જેમની લાગણી માગણી સંતોષાઈ છે. ત્યારે ખુશીની લાગણી અનુભવવા સાથે ગુજરાત સરકારનો તમામ આગેવાનો વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યાનું જણાવાયું છે. સાથોસાથ પ્રગતિની હરણફાળ ભરનાર ઔદ્યોગિક નગરી મોરબી માટે વધુ વિકાસના દ્વાર ખુલશે તેવી પણ આશા પણ તેમને અંતમાં વ્યક્ત કરી હતી.