મોરબી : મોરબીના વોર્ડ નંબર 4ના પૂર્વ કાઉન્સિલર અને અનુસૂચિત જાતિ સમાજના યુવા આગેવાન ગૌતમભાઈ સોલંકીએ પોતાના જન્મદિવસની સાર્થક ઉજવણી કરીને અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી છે. ગૌતમભાઈ સોલંકીએ પોતાના જન્મદિવસે મોરબીના નમો વનની મુલાકાત લીધી હતી અને વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ તેમણે 122મી વખત રક્તદાન કર્યું હતું. જે બદલ સંસ્કાર બ્લડ બેંક સંસ્થા દ્વારા તેમનું સન્માન કરાયું હતું. પોતાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગૌતમભાઈ સોલંકીએ નાના બાળકોને બટુક ભોજન કરાવ્યું હતું. આમ ગૌતમભાઈ સોલંકીએ ખરા અર્થમાં પોતાનો જન્મદિવસ સમાજ સેવામાં ઉજવ્યો હતો.