મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આજે મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમની મુલાકાત લીધી હતી. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમમાં રામદેવ મહારાજ અને ઉમિયા માતાના દર્શને ગયા હતા. અને કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા કરી હતી. તથા મહંત ભાવેશ્વરી માતાના આશીર્વાદ લીધા હતા. તેમજ રત્નેશ્વરીબેનને દીક્ષા લેવા બદલ અભિનંદન પાઠવી ભેટ અર્પણ કરી હતી. આ તકે રામધન આશ્રમના ભક્તો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને કાંતિભાઈ અમૃતીયાનું સન્માન કર્યું હતું. તેમજ જરૂર પડ્યે કોઈપણ કામ માટે સંપર્ક કરવાની ખાતરી આપી હોવાનું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.