ફોર્મ ભરવામાં અડચણ ઊભી થાય તો પૂર્વ ધારાસભ્યની ઓફિસનો અથવા મોબાઇલ નંબર 99796 13433, 98256 92844 પર સંપર્ક કરવો મોરબી: વૈશ્વિક મહામારી કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોને રાજ્ય સરકાર રુ 50000 ચૂકવી પરિવારજનોને મદદરૂપ બનશે. આ માટે જરૂરી આધાર પુરાવા સાથેનું ફોર્મ ભરવાનું રહેશે. કોરોના મૃતકોની સહાય મેળવવામાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મદદરૂપ બનશે. આ માટે કોઈને પણ તકલીફ પડે તો તેમનો ઓફિસનો સંપર્ક કરવા નંબર પણ જાહેર કરાયા છે. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી covid-19માં અવસાન પામેલા મૃતકોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પચાસ હજાર ચૂકવવામાં ઠરાવ કરવામાં આવ્યો છે. આ માટે કોરોના મૃતકોના પરિવારજનોએ આધાર પુરાવા સાથેનું એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સાથે જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે આધાર કાર્ડની નકલ(અરજદાર- વારસદારની તથા અવસાન પામેલા દિવંગતની),રહેણાંકનો પુરાવો, કોરોના રિપોર્ટની તારીખ તથા અવસાનની તારીખ, કોરોનામાં થયેલ મૃત્યુનું પ્રમાણપત્ર,સહાય મેળવનાર વારસદારની બેંક ખાતાની વિગત તેમજ મોબાઇલ નંબર સાથે જોડવાના રહેશે. આ ફોર્મ ભરીને કલેકટર કચેરીએ આપવા તથા આ અંગે કોઇ અડચણ ઊભી થાયતો કાંતિભાઇ અમૃતિયાની ઓફિસનો અથવા મોબાઈલ નંબર(99796 13433 અથવા 98256 92844) પર સંપર્ક કરવા પ્રજાજનોને અનુરોધ કરાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..