મોરબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસ નિમિત્તે ગૌમાતાને 72 હજાર કિલો સુખડી ખવડાવવાના સંકલ્પ અનુસાર પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આજ રોજ મોરબી વિસ્તારમાં સુખડીનું વિતરણ કરાયું હતું. કાંતિભાઈ અમૃતિયા દ્વારા આજ રોજ તારીખ 27 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 કલાકે વાવડી રોડ પર આવેલા કબીર આશ્રમ ખાતે અને સાંજે 4-30 કલાકે બગથળા સ્થિત નકલંક આશ્રમ ખાતે 125 મણ સુખડીનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કોરોના દિવંગતોના પરિવારો પૈકી, ઘી - ગોળ - લોટના દાતાઓ તેમજ ગૌસેવા પ્રેમીઓ જોડાયા હતા.