મોરબી : ટંકારા- પડધરીના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયાનું આજે નિધન થયુ છે. લાંબી બીમારી બાદ આજે તેઓએ ઘરે જ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના નિધનથી ટંકારા અને પડધરી પંથકમાં શોકનો માહોલ છવાયો છે. આવતીકાલે તા.12ના રોજ સવારે 9 વાગ્યે પડધરીના ઢોકળીયા ગામે તેઓની સ્મશાન યાત્રા નીકળશે.