મોરબી : ગાંધીનગર પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે રાષ્ટ્રીય મંત્રી અલ્કાબેન ગુજજર અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે મુલાકાત કરી વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ વિશે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા એ માર્ગદર્શન મેળવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તેમને ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવેલ હતી.તદુપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રદેશ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી પણ બ્રિજેશ મેરજા વહન કરી રહ્યા છે. ત્યારે બીજા તબક્કાના તારીખ 6 ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી સુધીના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન અંગે પણ આ મહાનુભાવો સાથે વિગતે ચર્ચા કરી હતી. આ યાત્રા દરમિયાન વધુને વધુ લાભાર્થીઓને વડાપ્રધાનની ગેરંટી વાળી ગાડીનો લાભ મળે તે બાબતે પણ વિસદ્ ચર્ચા કરવામાં આવેલ હતી. તેમ યાદીમાં જણાવાયું છે.