બ્રિજેશ મેરજાએ ઓકિસજન સીલિન્ડરની જરૂરીયાત અને જથ્થા બાબતે તેમજ આઈ.સી.યુ. બેડ, વેન્ટીલેટર, જરૂરી ઈકવીપમેન્ટ બાળ દર્દીઓ માટેના વેન્ટીલેટરનું પણ સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું મોરબી : મોરબી ખાતેની સરકારી હોસ્પીટલમાં સંભવિત કોરોના સંદર્ભ હોસ્પીટલના સત્તાવાળાએ કરેલ તૈયારીઓ અંગે હોસ્પીટલમાં જાત નિરીક્ષણ પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ કર્યું હતું. હોસ્પીટલ દ્વારા મોકડ્રીલની વિગતો મેળવી હતી. ઓકિસજન સીલિન્ડરની જરૂરીયાત અને જથ્થા બાબતે તેમજ આઈ.સી.યુ. બેડ, વેન્ટીલેટર, જરૂરી ઈકવીપમેન્ટ બાળ દર્દીઓ માટેના વેન્ટીલેટરનું પણ સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું, પૂર્વ મંત્રીની સિવિલમાં મુલાકાત વખતે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા પણ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી હોસ્પીટલના ઈનચાર્જ બિબ અધિક્ષક ડૉ. વિશ્વાસ, આર.એમ.ઓ., ડૉ. સરડવા, જીતેન્દ્ર મિશ્રા, ડૉ. કાલરીયા તેમજ ભુપેન્દ્ર ઠોરીયા વિગેરે સાથે બેઠક યોજી બ્રિજેશ મેરજાએ સર્વગ્રાહિ સમિક્ષા કરી હતી. એટલું જ નહીં પરંતુ સરકારી હોસ્પીટલમાં પી.એસ.એ., ઓકિસજન પ્લાટ ૫૦૦ એલ.પી.એમ. હાલ બંધ હોય તે તાત્કાલીક ચાલુ કરવા બાયો મેડિકલ એન્જિનિયરની બે નવી જગ્યા ઉભી કરવા બાબતે સ્થળ ઉપરથી પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ આરોગ્યને તાકિત કરી હતી. તંદ્ઉપરાત હોસ્પીટલમાં ઈનડોર અને આઉટડોરના દર્દીઓ તથા કીડનીના દર્દીઓ તેમજ બહેનોની પ્રસુતિઓ સુવિધા અંગે પણ જરૂરી માહિતી મેળવી હતી અને હોસ્પીટલમાં સ્વચ્છતા ખાસ જળવાઈ રહે તેમજ કોરોનાના સંભવિત આક્રમણને પહોંચીવળવા સ્ટાફને જરૂરી ટ્રેનિંગ આપવા સૂચના આપી હતી. હોસ્પીટલમાં લીકવીડ ઓકિસજન ટેન્ક જે ૧૦ મેટ્રીક ટન મંજુર થયેલ છે. તેનું ફાઉન્ડેસન તાત્કાલીક ઉભું કરવા પ્રોજેકટ ઈપ્લીમેન્ટેન યુનિટને જણાવયું હતું. આમ પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબી સરકારી હોસ્પીટલમાં સંભવિત કોરોનાની લહેરને પહોંચીવળવા કરાયેલ વ્યવસ્થા વધુ સઘન બનાવવા સુચના આપી હતી તેમજ લેબોરેટરી દ્વારા હાલ દરરોજ ૧૫૦ જેટલા પરીક્ષણો કરવામાં આવે છે. તેની માહિતી મેળવી સદનસીબે હાલ મોરબી જિલ્લામાં એક પણ કોરોના પોજેટીવ કેસ ન હોવા અંગે સંતોષ વ્યકત કર્યો હતો.