મોરબી: શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે મહામંડલેશ્વર પૂ.રતનેશ્વરીદેવીજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરુ આયોજન કરાયું છે. ત્યારે ગુજરાત રાજ્યનાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આજ રોજ કથા શ્રવણનો લાભ લીધો હતો. તેમજ મોરબી જલારામ ધામની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા બ્રિજેશભાઈ મેરજાનું અભિવાદન કરવામાં આવ્યુ હતું. તેમ યાદીમાં જણાવાયું છે.