મોરબી : સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે હાલ સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. ત્યારે ગાંધીનગરના દહેગામના વડોદ ગામે પૂર્વ મંત્રી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રદેશ ઈન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજાએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.જનતા સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓને પહોંચાડવા અને તેની સાર્વત્રિક જાગૃતિના પ્રસાર અર્થે દહેગામ તાલુકાના વડોદ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અંતર્ગત કાર્યક્રમમાં બ્રિજેશભાઈ મેરજાએ 3 કલાકથી વધુ સમય ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે આત્મનિર્ભર અને વિકસિત ભારતની પ્રતિજ્ઞા લીધી અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી તેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને મળતા લાભોનું વિતરણ કર્યું હતું.