પત્ની સુશીલાબેન અને પિતા અમરશીભાઈ સાથે મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યોમોરબી : મોરબી જિલ્લામાં મતદાનને લઈને નાગરિકો તેમજ રાજકીય આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે માળિયા તાલુકાના ચમનપર ગામે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.બ્રિજેશભાઈ મેરજા તેમના પત્ની સુશીલાબેન અને પિતા અમરશીભાઈ સાથે ચમનપર ગામના મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી અને પવિત્ર ફરજ નિભાવી હતી. આ વેળાએ પૂર્વ મંત્રીએ નાગરિકોને પણ અચૂક મતદાન કરવા સંદેશ આપ્યો હતો.#MorbiUpdate #MorbiNews #Morbi #Maliya #Chamanpar #BrijeshMerja #Voting #Election #GujaratElections