મોરબી : લોકસભા-2024ની ચૂંટણી માટે આજે સમગ્ર ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મોરબી શહેરમાં સવારથી જ લોકો મતદાન કરવા ઉમંટી પડ્યા છે. ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો પણ મતદાન કરવા તેમના મતદાન મથકો પર પરિવાર સાથે પહોંચ્યા છે.'ત્યારે ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ આજે પોતાના વતન ચમનપર ગામે પત્ની સુશીલાબેન મેરજા સાથે મતદાન કર્યું હતુ અને સૌને મતદાન કરવા અપીલ કરી હતી.