બન્ને મંત્રીઓએ રજાના દિવસે પણ સમય ફાળવીને પ્રશ્નોની રજુઆત પ્રત્યે દાખવ્યું હકારાત્મક વલણ મોરબી : ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વરમોરા સહિતના હોદેદારોએ ઉદ્યોગમંત્રી અને શ્રમ રોજગાર મંત્રી સાથે બેઠક કરી હતી. આ વેળાએ તેઓએ વિવિધ પ્રશ્ને ચર્ચાઓ પણ કરી હતી. સામે મંત્રીઓએ પણ પ્રશ્નોની રજુઆત પ્રત્યે હકારાત્મક વલણ દાખવ્યું હતું. ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદેદારો પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ પટેલ- ખોડિયાર ગ્રુપ, જી.કે.પટેલ -ચેરમેન મહેસાણા અર્બન બેન્ક લિમિટેડ, મિહિરભાઈ- વટવા ઇન્ડ. એસો. અને એચ.એસ. રાજપૂત- કઠવાડા ઇન્ડ. એસો.એ આજે ઉદ્યોગમંત્રી જગદીશ ભાઈ પંચાલ સાથે GIDCના પડતર પ્રશ્ન અનુસંધાને મિટિંગ કરી હતી. ત્યારબાદ આ ડેલીગેશને શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાથે બેઠક કરી હતી. ડેલીગેશને સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા વધુ મેન પાવર મળી રહે તે માટેના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને સૂચનો કર્યા હતા. આજે રજાનો દિવસ હતો. છતાં બંને મંત્રીએ પ્રજાના હીત અર્થે તેમજ રાજ્યના વિકાસ અર્થે ડેલીગેશનને સમય આપી તેની સાથે મિટિંગ કરી હતી. આ ડેલીગેશને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે પણ મિટિંગ કરી હતી. આ તમામ મિટિંગમાં મંત્રીઓએ હકારાત્મક અભિગમ દાખવી પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરવાનું તેમજ રજુઆતોને ધ્યાને લેવાનું કહ્યું હતું.