ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ કર્મચારી રત્નવીર જીવરામ શુકલને કોર્ટે ફટકારી સજા: ચેકની બમણી રકમનો દંડ અને 9% વ્યાજ ચૂકવવાનો હુકમમોરબી : મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી કેસમાં એક મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ કર્મચારી રત્નવીર જીવરામ શુકલને ચેક રીટર્નના બે જુદા જુદા કેસમાં પુરેપૂરી સજા ફટકારીને કોર્ટે દાખલો બેસાડ્યો છે.શું હતી સમગ્ર ઘટના?મોરબી ખાતે આવેલ ફરિયાદી પેઢી ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝની અમદાવાદ ઓફીસમાં મોરબીના રહેવાસી રત્નવીર જીવરામ શુકલ નોકરી કરતો હતો. તેણે પેઢીમાં આવેલ ઉઘરાણીના નાણાની ઉચાપત કરી હતી. આ બાબતની જાણ પેઢીના ભાગીદારોને થતાં તેમણે રત્નવીર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારબાદ આરોપી રત્નવીર જીવરામ શુકલએ પેઢીને ચૂકવવાની રકમ પેટે કુલ 2 ચેક આપ્યા હતા. ચેક આપતી વખતે તેણે પેઢીના ભાગીદાર અને અધિકૃત વ્યક્તિ નગીનભાઈ વલ્લભદાસ ભોજાણીને ખાતરી આપી હતી કે સમયમર્યાદામાં ચેક રજુ કર્યેથી રકમ વસુલ મળી જશે. જોકે, આ બંને ચેક બેંકમાં રજુ કરતા વણચૂકવ્યા પરત (બાઉન્સ) ફર્યા હતા. આ અંગે નોટીસ આપવા છતાં રકમ ન ચૂકવતા પેઢી વતી વકીલ મારફત મોરબી કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટસ એક્ટની કલમ 138 અન્વયે બે અલગ અલગ ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.પ્રથમ કેસમાં કોર્ટનો ચુકાદોઆ બંને ફરિયાદો પૈકી ફોજદારી કેસ નંબર 897/2020 નો કેસ મોરબીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે. જે. ગઢવીની કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદી પક્ષે રજુ થયેલા પુરાવાઓ અને ફરિયાદીના વકીલ ચિરાગ કારીઆ દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે. જે. ગઢવીએ તારીખ 30-10-2025 ના રોજ આરોપી રત્નવીર જીવરામ શુકલને 2 વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે જ ચેકની રકમ રૂપિયા 6,33,251 ની બમણી રકમ એટલે કે રૂપિયા 12,66,502 નો દંડ અને ફરિયાદ દાખલ કર્યાની તારીખથી વાર્ષિક 9% લેખે વ્યાજ ચૂકવવાનો હુકમ કર્યો છે.બીજા કેસમાં કોર્ટનો ચુકાદોજ્યારે અન્ય ફોજદારી કેસ નંબર 903/2020 સેકન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. એ. મેમણની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં પણ પુરાવાઓ અને વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને સેકન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. એ. મેમણે તારીખ 6-6-2026 ના રોજ આરોપી રત્નવીર જીવરામ શુકલને 2 વર્ષની કેદની સજા, ચેકની રકમ રૂપિયા 6,00,000 ની બમણી રકમ એટલે કે રૂપિયા 12,00,000 નો દંડ તથા ચેકની રકમ પર ફરિયાદ દાખલ તારીખથી વાર્ષિક 9% લેખે વ્યાજ ચૂકવવાનો હુકમ ફરમાવ્યો છે.ફરિયાદી પક્ષના વકીલોઆ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ, રવી કે. કારીયા, દયારામ એલ. ડાભી, અતુલ સી. ડાભી તથા મનીષ કે. ભોજાણી રોકાયેલા હતા.#Morbi #MorbiCourt #ChequeBounce #MorbiNews #CrimeNews #MorbiUpdate #LegalNews #MorbiCourtDecision