મોરબી : મોરબીના પૂર્વ કાઉન્સિલર નરેન્દ્રસિંહ જી. જાડેજાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરને લેખિત રજૂઆત કરીને મોરબી શહેરના વિદ્યુતનગર- હરીપાર્કના રોડ રસ્તા તથા વોર્ડ નંબર-3ના રોડ રસ્તાનું સમારકામ કરવા જણાવ્યું છે.રજૂઆતમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર-3માં વિદ્યુતનગર- હરીપાર્ક વિસ્તારના રોડ રસ્તા તૂટી ગયા છે. સ્ટ્રીટ લાઈટ પણ બંધ હાલતમાં છે. આ અંગે અગાઉ રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી તાત્કાલિક ધોરણે રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવે અને સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.