મોરબી : મોરબી-માળિયા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને આ નુકસાનીનું વળતર ચૂકવવા મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને વાધરવાના પૂર્વ સરપંચ નરેન્દ્રસિંહ જી. જાડેજા (હરદેવસિંહ જાડેજા)એ કલેકટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલમાં થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને કપાસ, મગફળી વગેરે પાકોમાં ભારે નુકસાન થયું છે. તેથી સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને ઝડપથી વળતર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.