મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરે પોતાની લગ્નની વર્ષગાંઠ પર નિરર્થક ખર્ચ કરવાને બદલે વૃદ્ધાશ્રમના વડીલોને તીર્થ સ્થાનોની યાત્રા કરાવીને ઉજવણી કરી હતી. દિનાબા જયવંતસિંહ જાડેજા (મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર)ની લગ્નની 36મી વર્ષગાંઠ અમદાવાદના 40 જેટલા વૃદ્ધાશ્રમના વડીલોને દક્ષિણ ભારતના તીર્થસ્થાનોની યાત્રા કરાવીને ઉજવી છે. આ યાત્રા રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, તિરૂપતિ, બાલાજી, મૈસુર સહિતના સ્થળો માટે તા.11 થી 22 ડિસેમ્બર સુધીની છે. યાત્રામાં સવારના નાસ્તો-ચા, બપોર-સાંજનું ભોજન અને દરેક જગ્યાના દર્શન કરાવવા સહિતનો ખર્ચ દિનાબા જાડેજા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..