મોરબી : મોરબી શહેરના વોર્ડ નંબર 8માં મહાનગરપાલિકા દ્વારા છાત્રાલય રોડ અને સત્યમ પાનવાળી ઉભી શેરીમાં રોડ રસ્તા પર પડેલા ખાડાનું પેચ વર્ક કરાવ્યું હતું.મોરબી શહેરના વોર્ડ નંબર 8 માં રોડ ઉપર ખાડા પડી ગયા હોવાથી મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિશિપભાઈ કૈલાના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર-8 માં પૂર્વ કાઉન્સિલર ક્રિષ્નાબેન નવનીતભાઈ દસાડીયાએ તેમના વિસ્તારમાં આવતા છાત્રાલય રોડ અને સત્યમપાન વાળી ઊભી શેરીમાં રોડ-રસ્તા પર પડેલ ખાડાનું મહાનગરપાલિકા દ્વારા થતા પેચ વર્ક કામનું નિરીક્ષણ કર્યું હતું. તેમાં કામમાં મોરબી શહેર મહામંત્રી ભુપતભાઈ જારીયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ કેતનભાઈ વિલપરા તેમજ અનિલભાઈ વરમોરા, જયદીપભાઈ દેત્રોજા અને વોર્ડ નંબર-10 ના પૂર્વ કાઉન્સિલર નરેન્દ્રભાઈ પરમારે હાજરી આપી હતી.