મોરબી : સ્વ.પુરીબેન લાખાભાઈ જારીયાની 11મી માસિક પુણ્યતિથિએ મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ મગનભાઈ જારીયા તરફથી મોરબીના શહીદ જવાનના પરિવારને રૂ.1 લાખનું આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે. શહેર ભાજપના મહામંત્રી ભુપતભાઈ જારીયાએ ગણેશભાઈના પિતાશ્રી મનસુખભાઈ પરમારને રૂબરૂ મળી સાંત્વના પાઠવી આ આર્થિક સહયોગ અર્પણ કર્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.