મોરબી : મોરબી જિલ્લામાં રેલવેને લાગતા અગત્યના પ્રશ્નો અંગે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ પી. શિરોહીયા દ્વારા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લો રેલવેની સુવિધાને લઈને વંચિત છે. બહારના રાજ્યના અનેક લોકો મજૂરી માટે મોરબીમાં વસવાટ કરતા હોવાથી મોરબીને લાંબા અંતરની ટ્રેનો આપવામાં આવે, મોરબીથી અમદાવાદની ડેઇલી ટ્રેન ફાળવવામાં આવે,, મોરબી રેલવે ફાટક માથાનો દુ:ખાવો હોય સવારે 6 થી સાંજે 6 સુધીમાં 20 થી 30 વખત ફાટક બંધ થાય છે, મોરબીની સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ટ્રેન મોરબી સ્ટેટે શરૂ કરેલ હતી મોરબી સ્ટેટ દ્વારા રેલવેને અનેક સુવિધાઓ આપેલી હતી તે હવે છીનવાઈ ગઈ છે તો મોરબી રેલવે સ્ટેશન મોરબી સ્ટેટના નામ સાથે જોડવા અથવા મહારાજનું સ્ટેચ્યૂ મૂકવા, તેમજ મોરબી નજરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરવા માંગ કરવામાં આવી છે.