મોરબી : મોરબી જિલ્લા અધિક કલેકટર તરીકે અગાઉ રહી ચૂકેલા અને હાલ નવસારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા કેતન પી.જોશીને પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટર બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 18 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ગિરસોમનાથના કલેકટર ડી.ડી.જાડેજાની પણ બદલી કરી સ્ટેટ બાયોટેક્નોલોજી મિશનના ડાયરેકટર બનાવવામાં આવ્યા છે.