મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા મોરબી શહેર શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે સાથોસાથ શિક્ષણ સમિતિમાં સમાજના અગ્રણીઓની વરણી પણ કરવામાં આવી છે. સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિવિધ પ્રકલ્પો અંતર્ગત આજે મોરબી શહેર શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે. સમાજનાં વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને સમાજના બાળકો સારું શિક્ષણ મેળવી યોગ્ય માર્ગદર્શન થકી આગળ વધે પ્રગતિ કરે તેવા હેતુસર આ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે. સમાજનાં બાળકો અને વાલીઓને શિક્ષણ ક્ષેત્રે મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આ સમીતી દ્વારા લાવવામાં આવશે. આ શિક્ષણ સમીતીમાં રવિન્દ્રભાઈ ભટ્ટ, નિરવભાઈ રાવલ, મયુરભાઈ શુક્લ, અમુલભાઈ જોષી, હિરેનભાઇ રાવલ, ભાવિનભાઈ પંડ્યા, હિરેનભાઇ મહેતાની વરણી કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..