મોરબી : મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશન માટે વર્ષ 2024ની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સભ્ય તરીકે સુરેશભાઈ સિરોહિયા, બચુભા રાણા, રાજન પુરબીયા, કલ્પેશભાઈ કાચા, યોગેશભાઈ સોનાગ્રાને જવાબદારી સોંપવામાં આવી છે. આ નવી સમિતિ 1 જાન્યુઆરી 2024 થી 31 ડિસેમ્બર 2024 સુધી કાર્યરત રહેશે. સમિતિએ યાત્રી સુવિધાઓ, પાર્સલ, લગેજ, બુકીંગ સહિતની વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે કામગીરી કરવાની રહેશે.