સુખપર ગામની સીમમાં 70937 બોટલ દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી દેવાયુંમોરબી અપડેટ : મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ 2025-26 દરમિયાન હળવદ અને માળીયા (મી.) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવેલ કુલ 70937 બોટલ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો, જેની કુલ કિંમત 3,08,87,354 રૂપિયા થાય છે, તેનો મુદામાલ તોડીફોડીને નાશ કરવામાં આવ્યો છે.સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા અને મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ અને માળીયા (મી.) પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ દ્વારા જરૂરી મંજૂરી મેળવીને સુખપર ગામની સીમમાં, ડેમ જવાના રસ્તે આવેલ ખરાબાની પડતર જગ્યા પર દારૂનો જથ્થો એકઠો કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ, રેવેન્યુ અને નશાબંધી વિભાગના અધિકારીઓ તથા સરકારી પંચોની હાજરીમાં રોડ રોલર ફેરવીને દારૂનો નાશ કરાયો હતો.આ કામગીરીમાં પોલીસ સ્ટેશન વાઇઝ નાશ કરાયેલ દારૂની વિગતો જોઈએ તો, હળવદ પોલીસ સ્ટેશનના કુલ 67 ગુનાઓમાં પકડાયેલ 35446 વિદેશી દારૂ અને બીયરની બોટલો કે જેની કિંમત 1,08,98,266 રૂપિયા થાય છે તેનો નાશ કરાયો છે. જ્યારે માળીયા પોલીસ સ્ટેશનના કુલ 22 ગુનાઓમાં પકડાયેલ 35491 વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત 1,99,89,088 રૂપિયા થાય છે તેનો નાશ કરવામાં આવ્યો છે. આમ બંને પોલીસ મથકોના મળીને કુલ 3,08,87,354 રૂપિયાના પ્રોહીબીશન મુદામાલનો નાશ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #Halvad #Maliya #GujaratPolice #MorbiPolice #LiquorDestruction #CrimeNews #Morbi