મોરબી : મોરબીના નવા ડેલા રોડ ઉપર રહેતા નામચીન બુટલેગર હિતેશ ઉર્ફે મોઢીયાના રહેણાંક મકાનમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની 10 બોટલ ઝડપી લીધી હતી. જો કે આરોપી બુટલેગર પોલીસના હાથ આવ્યો ન હતો.જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નવા ડેલા રોડ ઉપર રહેતા નામચીન બુટલેગર હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા રેહણાંકમાંથી ગ્રીન લેબલ રિચ બ્લેન્ડેડ વ્હીસ્કીની 10 બોટલ કિંમત રૂપિયા 3000 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો હાજર નહીં મળી આવતા પોલીસે મોઢીયાને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.