મોરબી તાલુકા પોલીસે દરોડો પાડતા મોરબીના સપ્લાયરનું નામ ખુલ્યું મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે તાલુકા પોલીસે રહેણાંકમા દરોડો પાડી વિદેશી દારૂની જુદી - જુદી બ્રાન્ડની 14 બોટલ સાથે આરોપીને ઝડપી લેતા મોરબીના બુટલેગરનું નામ ખુલવા પામ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે તાલુકા પોલીસે બાતમીને આધારે વિજયસિંહ વનરાજસિંહ જાડેજાના રહેણાંકમાં દરોડો પાડતા જુદી - જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 14 બોટલ કિંમત રૂપિયા 6700 મળી આવી હતી. વધુમાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપી વિજયસિંહે દારૂની બોટલનો આ જથ્થો મોરબીના ક્રિષ્નાપાર્ક, વાવડીરોડ ઉપર રહેતા રફીકભાઇ ઓસમાણભાઇ અજમેરી પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.