વાંકાનેર : વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ મિલનપાર્ક વિસ્તારમાં પોલીસે બાતમીને આધારે આરોપી ક્રિપાલસિંહ બાબુભા જાડેજા ઉ.41ના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ઘરમાંથી વિદેશી દારૂની 180 મીલી માપના 17 ચપલા કિંમત રૂપિયા 14,880 મળી આવતા પોલીસે આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.