બીજા દિવસે પણ ફોરેન ડેલીગેટ્સ અને ડોમેસ્ટિક વિઝિટર્સનો મેળાવડો જોવા મળ્યો : તમામ સ્ટોલ્સ વિઝિટર્સથી ધમધમતા રહ્યાનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં આજે બીજા દિવસે ફોરેન ડેલીગેટ્સ અનવની પ્રોડક્ટસ ઉપર આફરીન થયા હતા. બીજા દિવસે પણ ફોરેન ડેલીગેટ્સ અને ડોમેસ્ટિક વિઝિટર્સની મોટી સંખ્યામાં હાજરી રહી હતી. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે બીજો દિવસ છે. ગઈકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. આજે બીજા દિવસે એક્સપોમાં ફોરેન ડેલીગેટ્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંગોલા ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ કાએટાનો કેપિટોએ જણાવ્યું કે આ પ્રકારના એક્સપોથી ધંધાકીય સંબંધો સારા થાય છે. અહીં આવવાથી અંગોલાનાં બાયર્સને ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળે છે. ઘણી બધા ઉદ્યોગપતિઓને મળવાનો અને વ્યાપારી સંબંધો કેળવવાનો મોકો મળે છે. આવા એક્સપોથી એકસપોર્ટ- ઇમ્પોર્ટ સારું બની શકે. રોમાનીયાના ડેલ્ટા સ્ટુડિયોના સીઈઓ ટુડોર કાર્ટીઆનુએ જણાવ્યું કે વાયબ્રન્ટ બિલ્ડકોન એક્ઝિબિશનમાં હું સેનેટરી વેર અને સિરામિક ટાઇલ્સ જોવા આવ્યો છું. ટાઇલ્સની ખરીદી માટે ઘણી વખત મોરબી આવ્યો છું. મોરબીની ટાઇલ્સની ક્વોલિટી સારી હોય છે. મે ઘણા સિરામિક ટાઇલ્સના સ્ટોલની વિઝિટ કરી છે. જ્યા અવનવી પ્રોડક્ટ જોઈ છે. બેહરિનની એરપ્રો કંપનીના ડિરેકટર સૈયદ હાશમીએ જણાવ્યુ કે હું છેલ્લા ઘણા મહિનાથી વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોની ટિમ સામે કનેક્ટ છું. ટીમે ખૂબ સારી સર્વિસ આપી છે. કવીક રિસ્પોન્સ આપ્યો છે. આ એક્સપોમાં અનેક નવી પ્રોડક્ટ જોવા મળી છે. હું ઘણી વખત ટાઇલ્સ માટે મોરબી આવ્યો છું. મોરબીની ટાઇલ્સની ક્વોલિટી ખૂબ સારી હોય છે.