ગઈકાલની બેઠક બાદ આજે અન્ય જિલ્લાના ખેડૂતો સાથે બેઠક શરૂ, ખેડૂતો અને સરપંચોના મંતવ્યો લઈને હવે આગામી દિવસોમાં રણનીતિ ઘડવા યોજાશે બેઠકમોરબી : મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતર મુદે શરૂ થયેલ ઉપવાસ આંદોલન બાદ હવે આંદોલન પાર્ટ-3ની જાહેરાત કરી તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે બીજા દિવસે વિવિધ જિલ્લાઓના ખેડૂતો અને સરપંચો સાથે જેતપર ખેડૂત સમિતિ દ્વારા બેઠક યોજી તેમના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે.જેતપરમાં ગઇકાલે મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠાના ખેડૂતો અને સરપંચો સાથે બેઠક યોજવામાં આવી હતી. જ્યારે આજે સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના ખેડૂતો અને સરપંચો સાથે બેઠક યોજવામાં આવી રહી છે. તેમની પાસેથી તમામ સૂચનો ભેગા કરી, તેનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતના તમામ ખેડૂતો સાથે મળીને આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ માટે ગુજરાત સ્તરની એક કમિટી પણ બનાવવામાં આવશે. #MorbiUpdate #KhedutAndolan #FarmersProtest #GujaratFarmers #MorbiNews #JetparKhedutSamiti #NehulAmrutiya