મોરબી : સામાન્ય રીતે, સ્વજનની અંતિમ વિદાય બાદ પરિવારજનો સદગતના આત્માની શાંતિ માટે શાસ્ત્રોક્ત વિધિ અને દાન-પુણ્ય કરતા હોય છે. ત્યારે મોરબીના એક પરિવારે સદગતના મોક્ષાર્થે રામમંદિરમાં રૂ. 23 હજારનું દાન કર્યું છે. મૂળ કુંતાસી હાલ મોરબી નિવાસી ભવાનભાઈ રતાભાઈ પનારાનું ગત તા. 02/02/2021ના રોજ નિધન થયેલ છે. સદ્ગતની ઉતરક્રિયાના દિવસે તેમના પુત્ર, પુત્રી, પુત્રવધુ, પૌત્ર દ્વારા સ્વ. ભવાનભાઈના મોક્ષાર્થે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રને અયોધ્યા રામમંદિર નિમાર્ણ માટે રૂ. 23,000 અર્પણ કરેલ છે. આમ, રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થા દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ કાર્ય માટે ભંડોળ એકત્ર કરવા નિધી સમર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં પનારા પરિવાર સહભાગી બન્યા હતા.