મોરબી અપડેટ : દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબીમાં પણ આ રાષ્ટ્રીય પર્વને યાદગાર બનાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. મોરબીમાં પ્રથમ વખત મહત્વપૂર્ણ જળાશયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. મોરબી શહેરની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ તેમજ ઘોડાધ્રોઈ ડેમ પર આકર્ષક લાઈટિંગ કરવામાં આવી છે. રાત્રિના સમયે રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠેલા બંને ડેમનો નજારો અત્યંત મનમોહક લાગી રહ્યો છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડેમ સાઇટ પર કરવામાં આવેલો આ શણગાર હાલ સ્થાનિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.#Morbi #MorbiUpdate #IndependenceDay #Machhu2Dam #GholadroiDams #MorbiNews #GujaratNews