5 કલાકથી વધુ સમય ચાલેલા ગાયન, વાદન, કવિતા, વાર્તા, એકપાત્રીય અભિનય, નૃત્ય જેવી વિવિધ પરફોર્મન્સ દર્શકોએ પહેલેથી લઈ છેલ્લે સુધી માણી : હવે બીજી સિઝનની આતુરતાપૂર્વક જોવાતી રાહમોરબી : મોરબીમાં કલાકારો કમી નથી, બસ જરૂર છે માત્ર યોગ્ય પ્લેટફોર્મની. ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ આપી તેની કળા લોકો સુધી પહોંચાડવા મેટ્રો સિટીમાં તો ઓપન માઈક શો યોજાતા હોય છે. ત્યારે મોરબી અપડેટ દ્વારા મોરબીમાં સૌપ્રથમવાર મોટા પાયે ઓપન માઈક શો જેવા જ એક કાર્યક્રમ આર્ટિસ્ટનો ઓટલો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ સફળ રહ્યો છે. આ કાર્યક્રમ મોરબીના વીરપર ખાતે બાની વાડી પાસે આવેલા નવયુગ સંકુલ ઓડિટોરિયમમાં ગત રવિવારના રોજ યોજાયો હતો. જેમાં મોરબીના 47 કલાકારોએ ગાયન, વાદન, કવિતા, વાર્તા, એક પાત્રીય અભિનય અને નૃત્ય જેવી વિવિધ કળાઓ રજૂ કરી હતી. મોરબી અપડેટ દ્વારા આયોજિત આર્ટિસ્ટનો ઓટલો કાર્યક્રમના એસોસિએટ સ્પોન્સર તરીકે નેક્સેસ ઓપ્ટિક, સ્પોન્સર શુભ હોસ્પિટલ એન્ડ આઇસીયુ અને લોકેશન સ્પોન્સર તરીકે નવયુગ ગ્રુપ રહ્યા હતા.આ કાર્યક્રમ 5 કલાકથી વધુ સમય ચાલ્યો હતો. કાર્યક્રમ એટલો રસપ્રદ હતો કે દર્શકો પહેલેથી લઈ છેલ્લે સુધી જકડાઈ રહ્યા હતા. આ કાર્યક્રમ થકી લોકોને ખ્યાલ આવ્યો હતો કે મોરબીમાં ટેલેન્ટની કોઈ કમી નથી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા કલાકારો ઋત્વિક રાઠોડ, વાઢેર અવની, ગોસ્વામી અવની, જનાર્દન દવે, સાગર ગોગરા, ધ્રુવ બરાસરાએ ખાસ પરફોર્મન્સ આપ્યું હતું અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે અભય બરોટ, આયુષ, મૌલિક, હિમાંશુ,અગોલા નક્ષ, આશાબેન રબાડીયા, અંજના રામાનુજ, ભારતીબેન રાઠોડ, અભય, જીત, ક્રિસ, ભવ્ય બોપલીયા, ભક્તિ દવે, આરોહી કુંડારીયા, કેવલ બદ્રકીયા, દેવાંશી જોશી, ફાલ્ગુની જોશી, ધ્રુવરાજસિંહ જાડેજા, જિતેન્દ્ર પિત્રોડા, જિગ્નાશાબેન બાગા, મંત્રા કાસુન્દ્રા, હર્દિક મચ્છોયા, જયશ્રીબેન વિનધાણી, માલા કક્કડ, જિમ્મી, જૈનિશ, લક્ષ, જિગ્નેશ જાદવ, સિદ્ધાર્થ - દેવાર્થ, મનેષ બુદ્ધદેવ, ઓમ ડાભી, બાબર માનસી, પ્રિયાંશી મહેતા, રચિત પડસુંબીયા, મીરા દવે, રાવલ વેદાંત, અઘેરા ખુશાલી, નીતિન શુકલા, વૈદેહી પંકજભાઈ, યશ્વી મહેતા, નિરજ ત્રિવેદી, પરિધી ધામેચા, રજવીબા રાણા, સાક્ષી કોઠારી, સન્વી અંતાણી, શિવાની ભોરણીયા, શ્રુસ્ટી હડિયલ, સ્મિત ધમસાણા, વૈશાલી ગોસ્વામીએ પણ એકથી એક ચડિયાતી પરફોર્મન્સ આપી હતી. આર્ટિસ્ટનો ઓટલો કાર્યક્રમમાં કોઈ પણ વિજેતા જાહેર કરવામાં આવ્યા ન હતા. કારણકે ભાગ લેનાર તમામ આર્ટિસ્ટ વિજેતા હતા. તમામ આર્ટિસ્ટે પણ આ પ્લેટફોર્મની સરાહના કરી હવે બીજી સિઝનમાં જલ્દી લાવવાની લાગણી વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં સ્પોન્સર એવા ડો. દિવ્યેશ શેરશિયા (શુભ હોસ્પિટલ) અનેસાજીદભાઇ (નેક્સસ ઓપ્ટિકલ)એ વિશેષ હાજરી આપી હતી. સાઉન્ડ ઓપરેટિંગ માટે નવયુગમાંથી તુષારભાઈ પૈજાનો વિશેષ સહયોગ મળ્યો હતો.