આગમનમાં પાંડા, ડોરેમોન અને રીછના આકર્ષણો વિશેષ કેન્દ્રબિંદુ બનશેમોરબી અપડેટ : મોરબીમાં પ્રથમવાર મહારાષ્ટ્રીયન શૈલીમાં ભગવાન શ્રી ગણેશજીના આગમનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વાસ્તિક ગ્રુપ મિત્ર મંડળ દ્વારા મોરબીમાં 18 માં વર્ષે આ વિશેષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે તારીખ 9 ઓગસ્ટ ને રવિવારના રોજ સાંજે 7 વાગ્યાથી મોરબીના દરબારગઢ રામ મંદિરથી પારેખ શેરી સુધી આ ભવ્ય ગણેશ આગમન યોજાનાર છે. મહારાષ્ટ્રની સંસ્કૃતિની ઝાંખી કરાવતા આ આગમન મહોત્સવમાં પરંપરાગત વાજતે-ગાજતે બાપ્પાનું સ્વાગત કરવામાં આવશે. આ ખાસ આકર્ષણમાં બાળકો અને યુવાનો માટે પાંડા, ડોરેમોન અને રીછ જેવા આકર્ષક વેશભૂષા અને થીમ જોવા મળશે, જે આ ઉત્સવમાં વિશેષ ઉત્સાહ ભરશે.મોરબીમાં પ્રથમવાર મહારાષ્ટ્રીયન અંદાજમાં યોજાઈ રહેલા આ ભવ્ય ગણેશ આગમન મહોત્સવમાં મોરબીની સમસ્ત ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગણપતિ બાપ્પાના વધામણાં કરવા માટે સ્વાસ્તિક ગ્રુપ મિત્ર મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #GaneshAagaman #SwastikGroup #Darbargadh #ParekhSheri #GaneshFestival #MorbiNews #GujaratNews