મોરબી : વાઘપર ગામમાં વાઘપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અમિતભાઈ ગોરધનભાઈ લોરીયા દ્વારા શ્રીરામ મંદિર નિર્માણ નિધિમાં તેમનો ચાર માસનો પગાર રોકડ રૂ. 1, 11, 111 (એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર)નું અનુદાન આપવામાં આવ્યું છે. અમિતભાઈના મતે આ ફક્ત મંદિરનું નિર્માણ નથી પરંતુ અયોધ્યામાં રામમંદિર બને તે માટે પ્રાણોની આહુતિ આપનાર ભક્તો, સાધુ-સંતો અને કારસેવકોને સાચી શ્રધ્ધાંજલી હશે. ઉલ્લેખનીય છે કે અમિતભાઈ શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા ઉપરાંત પેરા ટીચર્સના પગાર આપવામાં તેમજ ધાર્મિક અને સામાજિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહે છે. અમિતભાઈ લોરીયાનો પરિવાર આર.એસ.એસ. સાથે જોડાયેલ છે. તેમના મોટાભાઈ સંદીપભાઈ લોરીયા RSSની ભગિની સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી તાલુકાના અધ્યક્ષ છે. અમિતભાઈનાં પિતાજી ગોરધનભાઈ પોતાનો સમગ્ર સમય ગૌશાળામાં બીમાર ગાયોની સેવા કરવામાં વિતાવી રહ્યાં છે. તેમ યાદીમાં જણાવાયું છે.