મોરબી : મોરબીમાં ઉત્તરાખંડની એકમાત્ર શ્રી કૃષ્ણાયન દેશી ગૌ શાળાના લાભાર્થે જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા નિ:શુલ્ક રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ગૌશાળામાં માંદી, લાચાર, અંધ, વૃદ્ધ તથા કસાઈથી છોડાવેલી નિરાધાર ગૈવંશની સેવા કરવામાં આવે છે. આ કેમ્પમાં ચામડીના રોગો, સોરાયશીશ, જૂનું ખરજવું-જૂનું દાદર, સાંધાના દુખાવા, ઢીચણનો દુખાવો, કમરનો દુખાવો, હાથી પગા, ગેગરિંગ, વેરિકોઝવેન (નસમા સુજન), નપુંસકતા, અસાધ્ય સ્ત્રી રોગ, વાળની સમસ્યાઓ, CP ચાઈલ્ડ (અવિકસિત બાળક), DMD માંસ પેસીઓનો રોગ, પાતળાપણું-મોટાપો, કારોડરજ્જુમાં મણકાની ગાદી ધસાઈ જવી, હૃદયની નસોમાં બ્લોકેજ, અનિંદ્રા જેવા અનેક રોગોનું નિદાન કરી ઈલાજ કરી આપવામાં આવશે. આ કેમ્પ આગામી તા. 14 ઓક્ટોબરના રોજ નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ ખાતે યોજવામાં આવશે. તેનો સમય સવારે 09:00 થી 12:00 વાગ્યા સુધી અને 03:00 થી 07:00 સુધીનો રહેશે. કેમ્પ અંગેની વધુ વિગત મેળવવા માટે કેશવજીભાઈ ઠોરિયા - મો. 97123 99990નો સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274