જિલ્લાના કેમીસ્ટો-ડ્રગ વિક્રેતાઓ સાથે યોજાયેલ બેઠકમાં જરૂરી સૂચનો અપાયા મોરબી : મોરબીના અધિક નિવાસી કલેકટર કેતન જોષીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કેમીસ્ટો-ડ્રગ વિક્રેતાઓ સાથેની મીટીંગ યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી એચ.જી.પટેલ સહિત જિલ્લાના કેમીસ્ટો-ડ્રગ વિક્રેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભારત સરકારના તા.૧૩/૦૩/૨૦૨૦ ના અધિસુચના મુજબ સરકારશ્રીના આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ-૧૯૫૫ અંતર્ગત માસ્ક (૨ પ્લાય અને ૩ પ્લાય સર્જીકલ માસ્ક, N-95 માસ્ક) તથા હેન્ડ સેનીટાઈઝરને આવશ્યક ચીજવસ્તુ તરીકે ગણવામાં આવેલ હોય, જે અંતર્ગત માસ્ક તથા સેનીટાઈઝરની કિંમતો ગ્રાહકો પાસેથી એમ.આર.પી. કરતા વધારે ભાવો લઈ ન લેવા તેમજ જાહેર જનતાને માસ્ક તથા સેનીટાઈઝરની ખરીદીમાં કોઈ અગવડતા ન પડે તે અંગે તકેદારી રાખવા અધિક નિવાસી કલેકટરએ ઉપસ્થિત જિલ્લાના કેમીસ્ટો-ડ્રગ વિક્રેતાઓને સુચના આપવામાં આવી હતી.