મોરબી : સ્વામિનારાયણ ગુરુકુલ મોરબી દ્વારા આજે જલજીલણી એકાદશીના પરમ પવિત્ર દિવસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના 71માં જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનમાં યોજાનાર અમૃત મહોત્સવ નિમિત્તે મોરબી ગુરુકુલમાં ઠાકોરજી સમક્ષ ફ્રૂટ હાટડી ધરાવવામાં આવી હતી. તેમજ ભગવાનને ધરાવેલા ફ્રૂટને સિવિલ હોસ્પિટલમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં યજમાન પદે વિનુભાઈ ભોરણીયાએ સેવા આપી હતી. પરમ પૂજ્ય ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ સંકલ્પથી આ કાર્ય અર્થે રાજકોટ સંસ્થાન દ્વારા યોજાનારા અમૃત મહોત્સવ 2022 સુધી આ સેવાકીય પ્રવૃત્તિ થતી રહેશે તેમ સંસ્થાના સંચાલક જ્ઞાનજીવનદાસજી સ્વામીએ યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..