મોરબી : મોરબીનું અદેપર ગામ હરહંમેશ સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ હોય છે ત્યારે તાજેતરમાં અદેપર ગ્રામજનો દ્વારા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ભોજનની સેવા પૂરી પાડવામાં આવી હતી. તારીખ 14 જુલાઈ ને સોમવારના રોજ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ લોકોને અદેપર ગામ તરફથી જમાડવામાં આવ્યા હતા. આ સેવા બદલ જીવદયા માનવ સેવા ટ્રસ્ટ-અમદાવાદ દ્વારા પણ અદેપર ગામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.