માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વેણાસર અને ખાખરેચી ગામો જિલ્લા પંચાયતના સદસ્ય અને તેના સાથીઓ દ્વારા સ્થળાંતરિત લોકોને ફૂડ પેકેટોનું વિતરણ કરાયું હતું. વેણાસર ગામમાં મીઠાના અગરિયાઓને વાવાઝોડાની અસરથી બચાવવા ગામની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ ખાખરેચી ગામમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોનું ગામમાં આવેલ સરમીળિયા દાદાના મંદિરમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ બંને ગામના સ્થળાંતરિત લોકોને જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારજીયા તેમજ વિકાસભાઈ થડોદા, સંદીપભાઈ કાલરીયા, પ્રદીપભાઈ જસાપરા અને નાથાભાઈ અવાડીયા દ્વારા વિનામૂલ્યે ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવ્યા હતા.