મોરબી : મોરબીના જલારામ મંદીર દ્વારા સંસ્થાના વાહનમા શહેરના વિવિધ સ્થળો એ જરૂરીયાતમંદોને ફુડ પેકેટ આપવામા આવશે. જલારામ પ્રાર્થના મંદિર ખાતે ફુડ પેકેટ આપવામા આવતુ હતુ. તેમા ભક્તજનોની ભીડ વધતા મંદીર ખાતે વિતરણ બંધ કરેલ છે. પછાત વિસ્તાર તેમજ જરૂરીયાતમંદોને વિતરણ રાબેતા મુજબ ચાલુ રહેશે. શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ તથા નાગરિકો સાથે સંકલન કરી વિવિધ સ્થળોએ વિતરણ કરવામા આવશે. શહેરના નાગરિકોને નમ્ર અપીલ કરાઈ છે કે લોકડાઉનના આદેશોનુ પુરેપુરુ પાલન કરે.