મોરબી : લોકડાઉન દરમિયાન ગરીબ કે મજુર વર્ગ ભૂખ્યા ના રહે તે માટે સહાય કરવા અનેક લોકો આગળ આવ્યા છે. ત્યારે કોમના ધર્મ ગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદિન સાહેબની સુચનાથી મોરબીના ભાઈસાહેબ(આમીલ) કેઝારભાઈ સાહેબની નીગરાણીમાં મોરબી શહેરમાં આવેલ ઝુપડપટ્ટી વિસ્તારમાં આશરે ૬૦૦ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં મોરબી જમાઅતના સેક્રેટરી અબ્બાસભાઈ ઇસાજી, ઝુઝરભાઈ અમીન, હોજેફા લોખંડવાલા તથા રાજ લોખંડવાલાએ જહેમત ઉઠાવેલ હતી.