મોરબી: મોરબી શહેરના ખાદ્યપદાર્થોના વિક્રેતાઓમાં આજે ફફડાટ વ્યાપી ગયો હતો. મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ એક્શન મોડમાં આવીને શહેરની જાણીતી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને બેકરીઓમાં સપાટો બોલાવ્યો છે. આ તપાસ દરમિયાન અખાદ્ય કલર, વાસી ખોરાક અને એક્સપાયરી ડેટવાળો સામાન મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.ક્યાં-ક્યાં પાડ્યા દરોડા?મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા આ સપ્તાહ દરમિયાન રવાપર રોડ, લાલબાગ, ગાંધીચોક નાસ્તાગલી સહિતના વિસ્તારોમાં કુલ 56 એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં હોટલ, બેકરી, ડેરી અને મીઠાઈના વેપારીઓનો સમાવેશ થાય છે.કઈ હોટલમાં શું મળ્યું?તપાસ દરમિયાન અનેક નામાંકિત સ્થળોએ ગંભીર બેદરકારી સામે આવી હતી. • જે.કે. હોટલમાં મોટા પ્રમાણમાં અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોવાનું ખુલતા ઇન્સ્પેક્ટરે સ્થળ પર જ જથ્થાનો નાશ કર્યો હતો. • શિવ પાવભાજી (રવાપર રોડ)માં વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. • વિરાટ પાવભાજી અને ગુરુકૃપા પાવભાજી બંને સ્થળોએથી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક અખાદ્ય કલર મળી આવતા કાર્યવાહી કરાઈ હતી. • ભવાની સ્વીટ (રવાપર રોડ) પરથી એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવા ખાદ્ય પદાર્થો વેચાતા હોવાનું સામે આવ્યું હતું.32 ધંધાર્થીઓને ફટકારાઈ નોટિસસ્વચ્છતાના અભાવ, ફૂડ લાયસન્સનું રજીસ્ટ્રેશન ન હોવું અને નિયમોના ઉલ્લંઘન બદલ ફૂડ શાખાએ કુલ 32 ખાણી-પીણીના ધંધાર્થીઓને નોટિસ પાઠવી કડક સૂચના આપી છે. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે ચેતવણી આપી છે કે 'આગામી દિવસોમાં આ ચેકિંગ પ્રક્રિયા વધુ સઘન બનાવવામાં આવશે. દરેક વેપારીએ સ્વચ્છતા જાળવવી, અખાદ્ય કલરનો ઉપયોગ ટાળવો અને ઓનલાઈન પ્રક્રિયા દ્વારા ફૂડ લાયસન્સ મેળવી લેવું અનિવાર્ય છે. પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારને છોડવામાં આવશે નહીં.'