એનાલોગ ચીઝ અને પનીરના ઉપયોગ પર પ્રતિબંધના પરિપત્ર બાદ સતત 2 દિવસથી તપાસમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાણી પીણીના ધંધાર્થીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી કમિશનરની કડક સૂચના અને ઉપરથી આવેલા પરિપત્ર મુજબ એનાલોગ ચીઝ, પનીર અને બટરના ઉપયોગ પર પ્રતિબંધ હોવાથી, ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા મોરબીમાં છેલ્લા 2 દિવસમાં 10 જેટલી ખાણીપીણીની દુકાનો અને ખાસ કરીને પીઝાની ફ્રેન્ચાઈઝીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ ચેકિંગ દરમિયાન પીઝા સેન્ટરો અને અન્ય હોટલોમાંથી આશરે 15 કિલોથી વધુ વાસી ખોરાક મળી આવ્યો હતો. સંચાલકો દ્વારા ગઈકાલે બનાવેલા ભાત, મન્ચુરિયન અને અન્ય ગ્રેવીનો આજે ગ્રાહકો માટે ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા ફૂડ વિભાગે આ તમામ વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો. જે દુકાનોમાંથી વાસી ખોરાક કે અખાદ્ય સામગ્રી મળી આવી છે તેમને નોટિસ આપવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તે જરૂરી છે અને ફૂડ સેફ્ટી બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જો આ એકમોમાં બીજી વારની તપાસમાં સુધારો નહીં જણાય તો આગળની કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.કઈ હોટલ અને પીઝા સેન્ટરમાંથી શું મળી આવ્યું?તમિલ સ્વાદમાં વાસી ચટણી, ભાજી, ગ્રેવી, પોન્ગલ સ્વીટ અને ખીરું મળી આવ્યું. ડિઝલ્સ પીઝામાં ખાવામાં ઉપયોગમાં લેવાતું બળેલું તેલ મળી આવ્યું. પીઝા એક્સપ્રેસમાં ફેસક્સ ફ્રેડના 6 પેકેટ મળી આવ્યા. રિયલ પેપરિકામાં વાસી નુડલ્સ, પાસ્તા અને ભાત મળી આવ્યા.પાપા લુઇઝ પીઝામાં વાસી મન્ચુરિયન, ભાત, ચટણી અને ડ્રેગન પોટેટો મળી આવ્યા. જ્યારે લાપીનોઝ પીઝા,ડોમીનોઝ અને મહાવીર ફરસાણમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. #MorbiUpdate #MorbiNews #Morbi #FoodSafety #MorbiMahanagarpalika #FoodInspection #PizzaCentres #HealthAlert #GujaratNews