મોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમે શહેરના નવાડેલા રોડ, વાવડી રોડ, મહેન્દ્રનગર ચોકડી અને ભક્તિનગર સર્કલ આસપાસ ખાણીપીણી તથા ફરસાણની 45 જેટલી પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ખાદ્યપદાર્થોની જાળવણીમાં ભારે બેદરકારી દાખવનાર વેપારીઓને નોટિસ ફટકારી નિયમો અનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલી તપાસ અને કાર્યવાહીની વિગતો નીચે મુજબ છે:મહેન્દ્રનગર ચોકડી: અહીં આવેલી ઉમા હોટેલમાંથી આશરે 5 પેકેટ ફૂગવાળા પીઝાના રોટલા, 1 KG વાસી નૂડલ્સ અને 2 KG મંચુરિયનનો નાશ કરાયો હતો. જગ્યા પર અનહાઈજેનિક સ્થિતિ જોવા મળતા પેઢીને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, અહીંના એક્શન ચાઇનીઝમાંથી 5 KG મંચુરિયન, 2 KG નુડલ્સ અને 2 KG ભાતનો સ્થળ પર જ નાશ કરાયો હતો.ભક્તિનગર સર્કલ: આ વિસ્તારમાં આવેલી વિરાટ પાઉંભાજીમાં તપાસ કરતા ફૂગવાળું આદુ અને વાસી કોફતા મળી આવતા તેનો નાશ કરાયો હતો. અહીં પણ અનહાઈજેનિક સ્થિતિ જણાતા પેઢીને નોટિસ ફટકારવામાં આવી છે.વાવડી રોડ: વાવડી રોડ પર આવેલ મોમાઈ ફાસ્ટફૂડમાંથી આશરે 4 KG જેટલા મંચુરિયન, 1 KG વાસી ભાત તેમજ ફૂગવાળા લીંબુ અને ડુંગળીનો સ્થળ પર નાશ કરાયો હતો. જ્યારે શ્રીયાંશ ફાસ્ટફૂડમાંથી 1 KG નુડલ્સ, 1 KG વાસી બટેકા અને ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો.ઉમા ટાઉનશીપ સામે: અહીં કુળદેવી ફાસ્ટફૂડ પર તપાસ દરમિયાન 3 KG નુડલ્સ, 2 KG ભાત અને 4 KG મંચુરિયનનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા આપેલી માહિતી અનુસાર, આ કામગીરી દરમિયાન ટીમ દ્વારા કુલ 28 KG જેટલા અખાદ્ય અને વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. જે પેઢીઓ પાસે ફૂડ લાઈસન્સ ન હતા અને જ્યાં અનહાઈજેનિક સ્થિતિ જોવા મળી હતી, તે તમામ પેઢીઓને ફૂડ શાખા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. વેપારીઓને ખાસ તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે.#Morbi #MorbiUpdate #FoodSafety #MorbiMunicipalCorporation #FoodDepartment #FoodChecking #Health #MorbiNews #GujaratNews